ચાઈનીઝ ભેળ બાદ હવે ચાઈનીઝ પાણીપુરી
હિન્દી-ચીની ભાઈ ભાઈના નારા લગાવીને પછી બંદૂકમાંથી ધાંય... ધાંય... ગોળીઓ છોડતાં ખંધા, ખૂંટલ અને ખાઈબદેલા ચીનાઓની અવળચંડાઈનો ડગલે ને પગલે ભારતને વસમો અનુભવ થાય છે. સરહદ ઉપર અવારનવાર અડપલા કરે છે અને ભારતમાં ઢગલાબંધ ચીની માલ ઠાલવીને અહીંના વેપાર-ધંધાને મરણતોલ ફટકા મારે છે. છતાં આપણી સરકારનો ચીન પ્રત્યેનો પ્રેમ અને જનતાનો ચીની ખાણાં પ્રત્યેનો પ્રેમ ઓસરતો નથી. ચાઈનીઝ વાનગીના જ્યાં જુઓ ત્યાં સ્ટોલ અને લાલચટક રંગની લારીઓ પર દુશ્મન દેશની વાનગીઓ ઝાપટવા ભીડ જામે છે. લોકો ઊભે ગળે ચાઈનીઝ ઝાપટે છે.
હવે તો કેટલીય ભારતીય વાનગીઓને પણ ચીની સ્વરૃપ આપવામાં આવ્યું છે. ચાઈનીઝ પાંવ-ભાજી, ચાઈનીઝ વડા, ચાઈનીઝ ભેળ અને હવે બાકી હતું તે ચાઈનીઝ પાણીપુરી પણ લોકો હોંશે હોંશે ખાવા માંડયા છે. ઉત્તર ભારત અને દિલ્હી તરફ પાણીપુરીને ગોલગપ્પા કહે છે અને કલકત્તામાં પુચકા કહે છે. પણ ચાઈનીઝ પાણીપુરી નામ સાંભળીને જ નવાઈ લાગે. દિલ્હીની સદર બજાર હોય કે પછી એનસીઆર (નેશનલ કેપિટલ રિજન) હોય, ત્યાં ઘઉંના આટામાંથી બનાવેલી અને બાંઠકા ચીનાઓ પણ તેમના નાનકડા મોઢા ખોલી આસાનીથી અંદર પધરાવી શકે એવી ચાઈનીઝ પાણીપુરીઓ વેંચાવા માંડી છે. આ ચાઈનીઝ પાણીપુરી ભારતીયો હોંશે હોંશે ખાય છે. આ જોઈને કહેવું પડે કે ચીન આપણી જમીન પચાવે અને આપણે ચીનનું ખાણું પચાવીએ. હિન્દી-ચીની ભાઈ ભાઈને બદલે કહેવાનો વખત આવ્યો છે આ ચાઈનીઝ પ્રેમી સ્વાદ-શોખીનવોને જોઈને કે હિન્દી ચીની (ફૂડ) બહુ ખાય... બોલો કેવો ચીન-મય આનંદ.
લશ્કરના જવાનો માટે ટેટૂથી છેટું સારૃં
આપણાં લોકજીવનમાં છૂંદણા છૂંદાવવાનું કે ત્રાજવા ત્રોફાવવાનું પહેલેથીજ મહત્ત્વ રહ્યું છે. આ છૂંદણા અને ત્રાજવા ત્રોફાવવાની ફેશન ટેટૂના રૃપમાં ચારે તરફ એવી ફરી વળી છે કે ઘણાં ફેશન-પરસ્તો તો શરીરનો એકેય ભાગ એવો ખાલી નથી રહેવા દેતા જ્યાં ટેટૂ ન ચિતરાયું હોય. મુંબઈ જેવાં શહેરોમાં તો ટેટૂ સ્ટુડિયો ધમધમે છે અને ટેટૂ આર્ટીસ્ટની જબરી ડિમાન્ડ છે. પણ આધુનિક જીવનશૈલીનો જેને આફરો ચડયો હોય એ શરીરમાં ઠેકઠેકાણે ટેટૂના ચીતરી ચડે એ હદે ચિતરામણ કરીને નીકળે તો ભલે નીકળે. પણ જે જવાનોએ માભોમની રક્ષા કરવાની છે એ આવા ટેૂટના ચિતરામણ કરીને નીકળે તો ફૌજીને બદલે મનમૌજી જ લાગેને ? એટલે જ લશ્કરમાં ભરતી વખતે ટેટૂ ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે. આર્મીમાં કમિશન્ડ ઓફિસરના ઈન્ટરવ્યુમાં જનારી વ્યક્તિએ સૌથી પહેલાં જણાવવું પડશે કે તેમના શરીરના કયા ભાગમાં ટટૂ છે. નવી નીતિ પ્રમાણે મંજૂર કરાયેલા માપદંડ મુજબ ટેટૂ હશે તો વાંધો નહીં આવે પણ પછી લશ્કરમાં કમિશન્ડ ઓફિસર બનવા ઈચ્છતી વ્યક્તિએ એક સોગંદનામું નોંધાવવું પડશે કે હવે પછી બીજા ટેટૂ નહીં ચિતરાવે. પરંતુ ઉમેદવારના શરીર ઉપર વાંધાજનક ટેટૂ દેખાશે તો તેને રિજેક્ટ કરવામાં આવશે. હવે ઉમેદવારે નક્કી કરવાનું છે કે તેણે ચિતરામણવાળો દેહને બચાવવો છે કે દેશને બચાવવો છે? ફેશન કરવી છે કે ફૌજી બનવું છે? ઉમેદવારનો ઝોક તનપરસ્તી તરફ છે કે વ-તનપરસ્તી તરફ? ટેટૂના ચિતરામણ કરાવી રંગીલું ઘેટૂં બનવું છે કે પછી ટેટૂથી છેટું રહેવું છે?
ઉમેદવારે નક્કી કરવાનું છે કે રંગબેરંગી ચિતરામણો કરાવી તમારે મસ્તી-મોજમાં રહેવું છે કે પછી શરીરને લોહીના રંગે રંગવાની તૈયારી સાથે ફોજમાં રહેવું છે?
તપેલી તમતમતી સ્ત્રીએ તપેલીથી મગરને ભગાડયો
સ્ત્રી જ્યારે ગુસ્સામાં હોય અને એકદમ તપેલી હોય ત્યારે સામે મરદ આવે કે મરગમચ્છ એની ખો ભૂલાવી નાખે છે. ઓડિશાના સિંગરી ગાંવની ૩૭ વર્ષની ગૃહિણી સાવિત્રીએ તો તપેલીથી જ ફટકા મારી મારીને વિકરાળ મગરમચ્છને ભગાડવાનું સાહસ દેખાડયું. આ ગૃહિણી પોતાના ઘરની પાસે વહેતી નદીમાં વાસણ ઉટકવા બેઠી હતી. અચાનક પાણીમાંથી એક મહાકાય મગરે તેની ઉપર હુમલો કર્યો. જડબું ફાડીને આ મહિલાના હાથ પર ઝપટ મારી અને પૂરી તાકાતથી પાણીમાં ખેંચવા લાગ્યો. આંખો સામે મગરના રૃપમાં મોત દેખાયા છતાં તે જરાય ગભરાઈ નહીં. એલ્યુમિનિયમની તપેલીથી એણે મગરના નાક ઉપર પ્રહાર કરવા માંડી અને પછી હાથમાં એક કડછી આવી એનાથી મગરની આંખમાં ગોદા મારવા માંડી. મહિલાના વળતા હુમંલાથી ગભરાઈને મગરે હાથ છોડી દીધો અને શરમથી પાણી પાણી થઈને પાણીમાં સરકી ગયો. ઘાયલ થયા છતાં તપેલીના પ્રહારથી આ મહિલાએ મગરને એવો તો ફટકાર્યો કે મને લાગે છે કે પીછેહઠ કરનાર મગરે સાચા આંસુ સારવા પડયા હશે. ઓલું હિન્દી ગીત છેને કે મગર જી નહીં સકતે તમહ્રો બીના... એ ફેરવીને ગાવું પડે કે મગર બચ નહીં સક્તે તુમ્હારે બીના... કહે છેને કેઃ
આ હોય કે હોય પેલી
અડફેટે ચડશો નહીં
સ્ત્રી જ્યારે હોય તપેલી...
શૂર્પણખાનો પુત્ર પૂજાય છે
ભારતીય રાજકારણની રામાયણમાં તો કેટલાય કહેવાતા લીડરો પોતાના કર્મોથી અને કુકર્મોથી નાક કપાવતા હોય છે. પણ અસલ રામાયણમાં લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનું નાક વાઢી નાખ્યું હતું ખબર છેને? એ જ શૂર્પણખાનો દીકરો મહારાષ્ટ્ર વસંતગઢ પાસેના મંદિરમાં પૂજાય છે. શૂર્પણખાનો દીકરો દૈત્ય હતો જેનું નામ હતું ચંદ્રસેન. ચંદ્રસેને ભગવાન શંકરનું આકરૃ તપ કર્યું અને ભોળા શંભુનં પ્રસન્ન કરી દેવત્ત્વ પ્રાપ્ત કર્યું એવી લોકવાયકા છે. મુંબઈ-બેંગલોર હાઈવે ઉપર પુણેની કર્હાડ પાસે વસંતગઢ છે. આ વસંતગઢ ઊપર ચંદ્રેશ્વર અથવા ચંદ્રસેનનું મંદિર છે દર ઉનાળે ચંદ્રસેન મહારાજનો ભવ્ય ઉત્સવ થાય છે, અને લાખો ભાવિકો દર્શને આવે છે. તપ અને ભક્તિ દૈત્યને પણ દેવ બનાવે છે. કહે છે ને કેઃ
રાવણમામો હણાય અને ભાણાના મંદિર ચણાય
કળીયુગની વહુઓએ ધર્યું શ્રવણનું રૃપ
સો દિવસ સાસુના અને એક દિવસ વહુનો એવી કહેવત છે. સંસારમાં મહદઅંશે સાસુ-વહુ વચ્ચેના સંબંધોને જોઈને કહેવાતું હોય છે કે સાસુ શબ્દનો પ્રાસ આંસું સાથે મળે છે. હિન્દી ફિલ્મોની મોટા ગજાની અભિનેત્રી લલિતા પવાર તો જાણે વઢકણી અને બાઝકણી સાસુઓનું પ્રતિક બની ગઈ હતી. સાસુના ત્રાસમાંથી કાયમ માટે છુટકારો મેળવવા આજ સુધીમાં કેટલી વહુઓએ જીવન ટૂંકાવ્યું હશે? કેટલી વહુઓ સાસુના મેણા-ટોણાં સહીને આંસુ સારતી હશે? કદાચ સાસુ અને વહુ વચ્ચેના સંબંધો વિશે લોકોમાં જે માન્યતા ઘર કરી ગઈ છે એ માન્યતા ભૂંસી નાખવા માગતી હોય એમ બાગપતની બે વહુઓએ વયોવૃદ્ધ અને બીમાર સાસુ-સસરાને કાવડમાં બેસાડી જાત્રા કરાવી. અત્યારે કાવડિયાઓ પગપાળા હરદ્વાર પહોંચી કળશમાં ગંગાજળ ભરી પોતપોતાને ગામ પાછા ફરી એ ગંગાજળથી શિવમંદિરમાં અભિષેક કરે છે એવી રીતે બાગપતની બે વહુઓએ કાવડમાં સાસુ-સસરાને બેસાડયાં. સાથે પરિવારના સભ્યો પણ જોડાયાં. આ રીતે ઠેઠ હરદ્વાર પહોંચ્યા. સાસુ-સસરાને ગંગાસ્નાન કરાવ્યું અને કળશમાં ગંગાજળ ભરી વળતી યાત્રા શરૃ કરી. એક હિન્દી અખબારના સંવાદદાતાએ જ્યારે મુઝફ્ફરનગરમાં આ અનોખી કાવડયાત્રા જોઈ ત્યારે તે આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. કળિયુગમાં પણ કુળનું નામ ઊજાળે એવી આ શ્રવણનું રૃપ ધારણ કરનારી વહુઓ બીજે ક્યાં જોવા મળે?
પંચ-વાણી
પક્ષી ઉડે -વિ-પક્ષી ઊડાડે

No comments:
Post a Comment